20 Dec 2015

જાણો Y2K2038 એ શું છે..?


જાણો Y2K2038 એ શું છે..?

 
  • જાણો Y2K2038 એ શું છે..?

  • જાણો 19 જાન્યુ.ના રોજ તમારા કમ્પ્યૂટરની થઇ જશે કંઇક આવી હાલત, વાંચી લો સિસ્ટમને બચાવવાની ટિપ્સ

ન્યૂયોર્ક, 19 ડિસેમ્બર 
             વૈજ્ઞાનિકોએ ઉચ્ચારેલી એક ચેતવણી અનુસાર કમ્પ્યૂટરનો અંત નજીક છે. વૈજ્ઞાનિકોએ તો તેના અંતની તારીખની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. તેમના મતે ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ બાદ તમારું કમ્પ્યૂટર આગળ વધવાની ના પાડી શકે છે, આમ થવા પાછળનું કારણ વાયટુકે૩૮ નામની એરરને જવાબદાર ગણવામાં આવી રહી છે. આ એરર કોર્ડિનેટેડ યુનિવર્સલ ટાઇમ પર આધારિત છે. આ એવી સિસ્ટમોને પ્રભાવિત કરશે જેમાં ટાઇમ સાઇન્ડ ૩૨ બીટ ઇંટિઝર છે.
         આ ટાઇમ એક નંબર ઓફ સેકન્ડને કલક્યુલેટ કરે છે અને તે ગુરુવાર ૧ જાન્યુઆરી, ૧૯૭૦થી ચાલુ છે. ૩૨ બીટ મુજબ ગણતરી કરવાથી ભવિષ્યનો સૌથી શક્ય હોય તેવો સમય ગુરુવાર ૧૯ જાન્યુઆરી, ૨૦૩૮ના રોજ વહેલી સવારે ૩:૧૪:૦૭ યુટીસી છે. આ સમયની એક સેકન્ડ બાદ સિસ્ટમની ડેટ રિવર્સ થઈ જશે. સોફ્ટવેર આ તારીખને ૨૦૩૮ની જગ્યાએ ૧૯૦૧ લેશે, જેને સોફ્ટવેર સપોર્ટ કરશે નહીં. તેની મેેમરી ઓછી હોવાને કારણે તે ૨૦૩૮ સુધી જ યોગ્ય રીતે કામ કરી શકશે ત્યારબાદ તે નેગેટિવ ઇન્ટિઝર સ્ટોર કરવા લાગશે, જેનાથી ટાઇમ પણ રિવર્સ થઈ જશે.
            મહત્ત્વનું છે કે, વર્ષ ૨૦૦૦માં પણ મિલેનિયમ બગ એટલે કે, વાયટુકેની સમસ્યા સર્જાઈ હતી. આ સમસ્યા પણ તેના જેવી જ છે. વર્ષ ૨૦૦૦માં સર્જાયેલી સમસ્યામાં કમ્પ્યૂટર વર્ષ ૧૯૦૦ અને ૨૦૦૦ વચ્ચે ભેદ નહીં સમજી શકે તેની ભીતિ હતી. આ સમસ્યાનું મૂળ ૩૨ બીટ સિસ્ટમમાં રહેલું છે. ૩૨ બીટ સિસ્ટમ ઓછી મેમરી યૂઝ કરતી હોવાને કારણે આ સમસ્યા સર્જાય છે. હાલમાં જ યૂ ટયૂબ પર ગગનમ સ્ટાઇલ વીડિયોની હીટ એટલી વધી ગઈ હતી કે, જેને કારણે સિસ્ટમ કાઉન્ટર તૂટી પડયું હતું, જોકે ત્યારબાદ સિસ્ટમને ૬૪ બીટમાં ફેરવી ભૂલને સુધારી લેવામાં આવી હતી.
  • સિસ્ટમને કેવી રીતે બચાવવી?
1.  ટાઇમ-ટીને ૬૪ બીટ બનાવવામાં આવે.
2.  ૩૨ બીટ સિસ્ટમની જગ્યાએ ૬૪ બીટ કરવામાં આવે.
3.  ૩૨ બીટ સાઇન્ડ ઇન્ટિઝરની જગ્યાએ ૩૨ બીટ અનસાઇન્ડ ઇન્ટિઝર ઉપયોગમાં લેવામાં આવે.


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.